તુલસી વિવાહ પૂજા સામગ્રી
- તાંબાનો લોટો
- બાજોઠ અને લાલ/પીળું કપડું
-સોપારી, હળદર
-નાડાછડી
- શ્રીફળ
- તુલસી કૂંડું
- શાલિગ્રામ / કૃષ્ણ ભગવાન મૂર્તિ ફોટો
. ખેસ અને ચુંદડી
- શૃંગારની વસ્તુઓ
- પ્રસાદ અને મીઠાઇ
- ગંગાજળ
- કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ચંદન, મગ, ઘઉ
તુલસી વિવાહ પૂજાવિધિ
સૌ પ્રથમ બાજોઠ પર ભગવાન શ્રીગણેશની સ્થાપના કરવાની પૂજા કરવાની અને રિદ્ધિ સિદ્ધિ ની પણ સ્થાપના કરવી. ત્યારબાદ કળશ સ્થાપન કરવાનું કે જેમાં બાજોઠ પર અનાજની એક ઢગલી કરી તેના પર તાંબાનો લોટો રાખી તેમ જળ ભરી તેમ સોપારી, અબીલ, ગુલાલ નાખવાના અને ઉપર આસોપાલવના 5 પાન રાખી તેના પર લાલ કપડામાં શ્રીફળ રાખવાનું.
ત્યારપછી શાલિગ્રામ ભગવાનને પંચામૃત અને જળથી સ્નાન કરાવી તેની પૂજામાં સ્થાપના કરવાની. તેને કંકુ ચાંદલો કરી, ચોખા ચોંટાડી ચંદનનું તિલક કરવાનું તેમજ પુષ્પ અર્પણ કરવાના.
હવે તુલસીજીણી પૂજા કરવાની કે જેમાં તુલસીના કુંડામાં પાણી રેડવાનું અને ત્યારપછી તેના પાન પર કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડી દુખણાં લેવાના તેમજ તેમને ફૂલનો હાર પહેરાવવાનો.
તુલસી ચાલીસા વાંચવા અહિયાં ક્લિક કરો
૨૦૨૩ એકાદશી ક્યારે કઈ તારીખે આવે છે ? જાણો
પછી તુલસીજીની ચુંદડી માં 11 રૂપિયા , સોપારી, હળદર, મગ અને ચોખા રાખી ગાંઠ મારવાની અને પછી કહે સાથે ચુંદડીની ગાંઠ મારી તે ગઠબંધન કરી તુલસી માતાને ચુંદડી અને શાલિગ્રામ ભગવાનને ખેસ પહેરાવવાનું.
હવે તેમને ફૂલ અર્પણ કરી લગ્ન ગીત ગાતા ગાતા મીઠાઇ ધરાવવાની તેમજ તુલસી માતાને શૃંગારણી વસ્તુ અર્પણ કરવાની. પછી ભગવાન શાલિગ્રામ, શ્રીગણેશજી અને તુલસી માતાની આરતી ઉતારવાની પ્રસાદ ધરાવવાનો અને પૂજાવીધીને પૂર્ણ કરવાની.
ઉત્થાપન સમયે જે શૃંગારણી વસ્તુ હોય તે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપવાની.
જો આપને આ પૂજાવિધિ જોવી હોય અહિયાં નીચેના વિડીયોમાં જોઈ શકો છો કે જેથી આપણે પૂજા કરવામાં સરળતા રહે.
અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને મોકલજો અને આ પોસ્ટને Like કરજો. 🙏😊
2 Comments
છાયા દરજી
ReplyDeleteસરસ માહિતી છે
ReplyDelete