અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસૂદન ! હે પૂર્ણ પરમેશ્વર ! જે પરની ગર્ભવાસમાં આવે છે તે કયા દોષ કે અપરાધને કારણે આવે છે ? હે પ્રભુ ! જ્યારે આ જીવ જન્મ લે છે ત્યારે વૃદ્ધાવસ્થામા તેને અનેક રોગ થાય છે અને પછી તે મૃત્યુ પામે છે.. હે સ્વામી એવું તે કયું કર્મ છે કે જેનાથી કોઈ પણ પ્રાણી જન્મ-મરણ રહિત થઈ જાઈ ?


અર્જુનના આ પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ પૂર્વક તેને કહે છે કે હે અર્જુન ! આવો મનુષ્ય મૂર્ખ અને અંધ છે કે જે સંસાર સાથે પ્રીતિ કરે છે અને તેનો મોહ રાખે છે. કોઈ પણ પદાર્થ મેળવવાની અને હજી પણ ધન-સંપતિની પ્રાપ્તિની કરવાની ઈચ્છા રાખે છે. આવી ચિંતા પ્રાણીના મનમાંથી જતી નથી માટે તે પ્રાણી આઠે પ્રહર માયાને જ માગતો રહે છે. આવી વાતો કરતો અને વિચારતો દેહ વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે અને તે વારંવાર ગર્ભની યાતના ભોગવે છે. 


ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને અર્જુન કહે છે હે પ્રભુ ! આ મન મદમસ્ત હાથી સમાન છે કૃષ્ણ એની શક્તિ છે. આ મન કામ, ક્રોધ, મોહ , લોભ અને અહંકાર એમ પાંચ ઇન્દ્રિયોના વશમાં છે. આ પાંચેયમાં અહંકાર એ ખૂબ જ બળવાન છે. તો હે પ્રભુ ! એવું તે હું શું કરું કે હું કયો યગ્ન કરું કે આ મનને વશમાં કરી શકાય ?


અર્જુનના આ વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન ! તારી વાત એકદમ સાચી છે કે આ મન મદમસ્ત હાથી સમાન છે અને કૃષ્ણા એની શક્તિ છે તેમજ આ મન કામ, ક્રોધ, મોહ , લોભ અને અહંકાર એમ પાંચ ઇન્દ્રિયોના વશમાં છે. અને તેમા અહંકાર શ્રેષ્ઠ છે. હે અર્જુન ! જેવી રીતે હાથી અંકુશના વશમાં હોય છે તેવી જ રીતે મનરૂપી હાથીને વશમાં કરવા જ્ઞાનરૂપી અંકુશ છે. અહંકાર કરવાથી જીવ નરકમાં પડે છે. 


ત્યારે અર્જુન બોલ્યા, હે મધુસૂદન ! આપનું નામ જપ,સ્મરણ કરવા માટે જે જીવ વનમાં ભટકે છે. કોઈ જીવ વૈરાગી બને છે તો કોઈ ધર્મ કરે છે. એમને કઈ રીતે જાણવું કે જે વૈરાગ્ય છે તે કોણ છે?


ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિનમ્રતાથી અર્જુનને કહે છે, હે અર્જુન ! એક એવો જીવ છે જે મારા નામનું સ્મરણ કરવા વનમાં ફરે છે એને સન્યાસી કહેવાય છે. એક એવો મનુષ્ય છે જે મસ્તક પર જટા બાંધીને અંગ પર ભસ્મ લગાવે છે એમાં હું નથી કારણ કે આવા મનુષ્યમાં અહંકાર રહેલો છે. આ લોકો માટે મારુ દર્શન દુર્લભ છે.


ભગવાન શ્રી કૃષ્ણ આ વચન સાંભળીને અર્જુન ફરીથી પૂછે છે, હે પ્રભુ ! એ કયું પાપ છે કે જેને કારણે સ્ત્રીનું મૃત્યુ થઈ જાઈ છે ? એ કયું પાપ છે કે જેને કારણે પુત્રનું મૃત્યુ થઈ જાય છે ? અને એ કયું પાપ છે કે જેને કારણે જીવ નપુંસક હોય છે ?


અર્જુનનો આ પ્રશ્ન સાંભળીને ઉત્તર દેતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે અર્જુન ! જે મનુષ્ય કોઈ પાસેથી કર્જ લે છે પણ ફરી પાછું તને આપતો નથી, આ પાપને કારણે તેની સ્ત્રી મૃત્યુ પામે છે. અને જે મનુષ્ય કોઈ બીજાની અમાનતને પોતાની પાસે રાખી પચાવી પાડે છે એનો પુત્ર મરી જાય છે. અને જે મનુષ્ય કોઈને કાર્ય કરવાનું વચન આપે છે અને સમય આવીએ આ વચનને પૂર્ણ કરતો નથી એટલે કે તે કહેલું કાર્ય કરતો નથી, આવા પાપને કારણે તે મનુષ્ય નપુંસક બને છે કે જે બહુ જ મોટું પાપ કહેવાય છે. 


ત્યારે અર્જુન ભગવાનને પૂછે છે કે, હે પ્રભુ ! કયા પાપને કારણે મનુષ્ય સદાને માટે રોગી રહે છે ? કયા પાપને કારણે તે ગધેડાનો જન્મ લે છે ? સ્ત્રીનો જન્મ તથા ટટુનો જન્મ શા કારણે થાય છે ? અને બિલાડીનો જન્મ કયા પાપને કારણે થાય છે ?


ત્યારે ભગવાન અર્જુનને આ પ્રશ્નોનો ઉત્તર આપતા કહે છે કે હે પાર્થ ! જે મનુષ્ય કન્યાદાન કરે છે અને તેના બદલામાં તેનું મૂલ્ય લ્યે છે, ધન લે છે તે દોષી કહેવાય અને આવો મનુષ્ય સદાને માટે રોગી રહે છે. જે મનુષ્ય વિષય વિકાર માટે મદિરા પાન કરે છે તે ટટુનો જન્મ પામે છે. જે સ્ત્રીઓ રસોઈ બનાવીને પોતે પહેલા ભોજન કરી લે છે એટલે કે પરમેશ્વરને અર્ધ્ય દાન , ભોગ અર્પિત કરતાં પહેલા જમી લે છે તે બિલાડીનો જન્મ પામે છે અને જે મનુષ્ય પોતાની એંઠી થયેલી કે પોતાનો વપરાયેલી વસ્તુનું દાન કરે છે તે મનુષ્ય સ્ત્રીનો જન્મ લે છે અને આવી સ્ત્રીઓ ગુલામ હોય છે. 


આ સાંભળીને અર્જુને ફરી ભગવાનને પૂછે છે, હે પ્રાણનાથ ! જે મનુષને આપે સુવર્ણ દીધું છે તેને કયું પુણ્ય કર્યું હશે ? અને કેટલાય મનુષને તમે હાથી, ઘોડા, રથ દીધા છે તે લોકો એ કયું પુણ્ય કર્યું હશે ?


ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન ! જે લોકોએ સુવર્ણ દાન કર્યું છે તેમનુષ્યને હાથી,ઘોડા, રથ આદિ વાહન મળે છે. જે પરમેશ્વર નિમિતે કન્યાદાન કરે છે એટલે કે શાસ્ત્રોમાં કન્યાદાનની જે વ્યાખ્યા કહેવામાં આવેલી છે તે રીતે , આવો મનુષ્ય પુરુષનો જન્મ લે છે. 


ત્યારે અર્જુને ફરી પૂછ્યું, હે ભગવંત ! જે પુરુષો રૂપ સંપૂર્ણ, સુંદર દેહધારી હોય છે તેને કયું પુણ્ય કર્યું હશે ? કોઈ કોઈના ઘરમાં ધન-સંપતિ હોય છે, કોઈ વિધ્યાવાન હોય છે તો આ લોકો એ કયું પુણ્યકારી કાર્ય કર્યું હશે ? 


ત્યારે ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન ! જે કોઈ મનુષ્ય એ અન્નદાન કર્યું હોય તે લોકોનું સ્વરૂપ એટલે કે તેનો દેખાવ અતિ સુંદર હોય છે. જે મનુષ્યએ વિધ્યાદાન કર્યું હોય તે મનુષ્ય વિધ્યા વાન હોય છે. જે લોકો એ સંતોની સેવ કરી હોય તેવા મનુષ્ય પુત્રવાળાં હોય છે. 


ત્યારે અર્જુને ફરી પૂછ્યું કે હે નારાયણ સ્વરૂપ ! કોઈને ધન સાથે પ્રીતિ હોય છે તો કોઈને સ્ત્રી સાથે પ્રીતિ હોય છે તો આનું શું કારણ છે ? તે મને આપ સમજાવો. 


ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન ! ધન અને સ્ત્રી નાશવંત છે. મારી ભક્તિ ક્યારેય નાશ થતી નથી.


ત્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ ! આ રાજપાટ કયો ધર્મ કરવાથી મળે છે ? વિધ્યા કયો ધર્મ કરવાથી પ્રાપ્ત થાય છે ? 


ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાર્થ ! જે પ્રાણી કાશીમાં નિષ્કામ ભક્તિ કરતો કરતો દેહનો ત્યાગ કરે છે એવો મનુષ્ય રાજા બને છે. જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે વિધ્યા વાન બને છે. 


ત્યારે અર્જુન બોલ્યા કે હે પૂર્ણ પુરુષોત્તમ ! જે મનુષ્યને અચાનક જ ધન પ્રાપ્તિ થઈ જાય છે અને એ પણ કોઈ પણ મહેનત વગર તેને કયું પુણ્ય કર્યું હશે ?


ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન ! જે મનુષ્ય એ ગુપ્તદાન કર્યું હોય છે તે મનુષ્યને અચાનક જ ધન પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્યએ ઈશ્વરનું કર્યા તથા બીજાનું કરી સારી રીતે કર્યું હોય, પોતાનો ધર્મ પાલન કર્યો હોય, તેવો મનુષ્ય રોગ રહિત હોય છે. 


ત્યારે અર્જુન ફરીથી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ ! કયા જીવ પાપ કરવા માટે પ્રેરાય છે અને કયા પાપથી જીવ મૂંગો બને છે તેમજ કયા પાપથી પુષ્ટ રોગી થાય છે ?


ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ ! જે મનુષ્ય નીચ કુળની સ્ત્રી સાથે સંગ કરે છે તે પાપને અમલમાં મુકનારો છે. જે ગુરુ પાસે વિધ્યા પ્રાપ્ત કરી લે છે પછી એ ગુરુને અવગણે છે તે મૂંગો બને છે. જે મનુષ્યે ગાયની હત્યા કરી હોય તે મનુષ્ય પુષ્ટરોગી રક્તપિત વાળો થાય છે. 


ત્યારે અર્જુન ફરીથી ભગવાનને પૂછે છે, હે પ્રાણનાથ ! જે મનુષ્યના શરીરમા લોહી વિકાર હોય છે તેને કયું પાપ કર્યું હશે અને તે દરિદ્ર હોય છે, કોઈને વાયુ વિકાર હોય છે તો કોઈન અંધાપો હોય છે તો કોઈ વળી અપંગ હોય છે. તે કયા પાપને કારણે આવા હોય છે અને ઘણી સ્ત્રીઓ બાળ વિધવા પણ હોય છે. આ કયા પાપને કારણે હોય છે ? 


ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે કે હે અર્જુન ! જે હંમેશા ક્રોધ વાન રહે છે તે રક્તવિકાર વાળો બને છે. જે મનુષ્ય મલીન રહે છે એટલે કે મેલુ રહે છે તે મનુષ્ય સદા દરિદ્ર રહે છે. જે મનુષ્ય કુકર્મી બ્રાહ્મણને દાન આપે છે તેમતે મનુષ્યના શરીરમા વાયુનો પ્રકોપ હોય છે. જે પારકી સ્ત્રીને નગ્ન જુએ , ગુરુની પત્ની પર કુદ્રષ્ટિ કરે તેવા મનુષ્ય આંધળા બને છે. જેને ગુરુ અથવા બ્રાહ્મણને લાત મારી હોય તેવા મનુષ્ય અપંગ અથવા લંગડ હોય છે અને જે સ્ત્રી પોતાના પુરુષને છોડીને પાર્ક પુરુષ સાથે રહે છે તે સ્ત્રી બાળ વિધવા બને છે. 


ત્યારે અર્જુન ફરી ભગવાનને પૂછે છે કે હે પરમેશ્વર ! આપ પર બ્રહ્મ છો તમને નમસ્કાર છે. પહેલા હું તમને સબંધથી જાણતો હતો પરંતુ હવે હું તમને ઈશ્વરના રૂપમાં જાણું છું. હે પરબ્રહ્મ ! ગુરુ દીક્ષા કેવી રીતે લેવાય છે તે આપ મને કહો.


ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન ! આપ ધન્ય છો. તમારા માતા પિતા પણ ધન્ય છે કે જેને આપ જેવા પુત્રને જન્મ આપ્યો છે. હે અર્જુન , સમસ્ત સંસારના ગુરુ જગન્નાથ છે. વિધ્યાના ગુરુ કાશી છે. સન્યાસી એને કહે છે ક એજએને સર્વ ત્યાગી દીધું છે મારા મા મન લગાવી દીધું છે તે બ્રાહ્મણ જગત ગુરુ છે. હે અર્જુન ! તમે આ વાત ધ્યાન દઈને સાંભળો. ગુરુ કેવા બનાવવા  કે જેને સર્વ ઇન્દ્રિયોને  જીતી લીધી હોય અને જેને સમસ્ત સંસાર ઈશ્વરમય નજર આવતું હોય. અને સમસ્ત જગતથી જે ઉદાસીન હોય એવા ગુરુ કરવા જોઈએ. જેઓ પરમેશ્વરને જાણવાવાળાં હોય આવા ગુરુનું સર્વ પૂર્ણ રીતે પૂજન કરવું જોઈએ. 


હે અર્જુન ! જે ગુરુનું ભક્ત હોય, જે ગુરુની સન્મુખ થઈને તેમનું ભજન કરે છે એમનું ભજન સફળ થઈ જાય છે. જે મનુષ્ય ગુરુથી વિમુખ થાય છે તેને સાત મરણનું પાપ લાગે છે. ગુરુથી જે પ્રાણી વિમુખ થાય છે તેનું દર્શન પણ ન કરવું જોઈએ. 

જે ગૃહસ્થી સંસારમાં ગુરુ વગર છે તે ચાંડાલ સમાન છે. જેમ મદિરાના ભંડારમાં ગંગાજળ હોય તો એને અપવિત્ર જ કહેવાય છે. એવી જ રીતે ગુરુથી વિમુખ વ્યક્તિ નુ ભજન અપવિત્ર હોય છે. એમના હાથનું ભોજન દેવતા સ્વીકાર કરતાં નથી. એવા મનુષ્યોના સર્વે કર્મો નિષ્ફળ થાય છે. કૂકડો, સૂવર, ગધેડો, કાગડો આ બધાની યોનીઓ નીચી યોનિ કહેવાય છે. આ બધા કરતાં એ મનુષ્ય નીચ છે જેને ગુરુ નથી બનાવ્યા. ગુરુ વિના ક્યારેય ગતિ નથી મળતી. તે અવશ્ય નરકને જ પ્રાપ્ત કરે છે. ગુરુ દીક્ષા વગર પ્રાણીના બધા જ કર્મો નિષ્ફળ જય છે. 


હે અર્જુન ! જેવી રીતે ચારેય વર્ણના લોકો મારી ભક્તિ કરે છે. તેવી જ રીતે ગુરુ ધારણા કરવી એ ગુરુની ભક્તિ યોગ્ય છે. જેવી રીતે ગંગા એ નદીઓમાં ઉત્તમ છે, બધા વ્રતોમાં એકડશીઓનું વ્રત ઉત્તમ છે તેવી જ રીતે હે અર્જુન સેવામાં ગુરુનું સેવ એ સર્વ શ્રેષ્ઠ છે. ગુરુ દીક્ષા વિના મનુષ્ય પશુની યોનિ પ્રાપ્ત કરે છે. અને તે મનુષ્ય 84 લાખ યોનીઓમાં ભ્રમણ કરતો રહે છે. 


ત્યારે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે જગતગુરુ ! ગુરુદીક્ષા શું હોય છે ?


ત્યારે શ્રી કૃષ્ણે અર્જુન ને કહ્યું કે હે અર્જુન ! ધન્ય છે એનો જન્મ કે જેને આવો પ્રશ્ન પૂછ્યો છે. ગુરુ દીક્ષાના મા બે શબ્દ છે. હરિ ૐ આ અક્ષરને ગુરુ કહે છે. આ ચારેય વર્ણો એ અપનાવવા શ્રેષ્ઠ છે. હે અર્જુન ! જે મનુષ્ય ગુરુની સેવ કરે છે તેની ઉપર હું હમેશાં પ્રસન્ન રહું છું. અને તે 84 લાખ યોનીઓથી છૂટી જાય છે. જન્મ મરણથી રહિત થઈ જાય છે. જે મનુષ્ય ગુરુની સેવ નથી કરતો તે મનુષ્ય સદા ત્રણ કરૉડ વર્ષ નરકમાં ભોગવે છે. જે મનુષ્ય ગુરુની સેવ કરે છે તે મનુષ્યને કેટલાય અશ્વમેઘ યગ્ન નું ફળ મળે છે. ગુરુની સેવ એ જ મારી સેવ છે. હે અર્જુન ! મારો અને તારો આ સંવાદ જે પ્રાણી વાંચશે કે સાંભળશે તે ગર્ભના દુખથી રહિત તહી જસે અને તેને વૈકુંઠ તેમજ ગોલોકની પ્રાપ્તિ થઈ જસે. આ કારણે જ આ પાઠનું નામ ગર્ભ ગીતા રાખવામાં આવ્યું છે. કે જે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રી મુખેથી આ ગર્ભ ગીતાનો પાઠ અર્જુને સાંભડયો. અને આપ મિત્રોએ પણ સાંભડી.