ભજન - 1

અગિયારસ માતાએ લીધું છે ગાય નું રુપ જો
કસોટી કરવાને પ્રુથ્વી લોક ની

પેહલી પરિક્ષા પંડિતજી ની લીધી જો,
જઇને ઉભા રે પંડિત ને આંગણે.
સાંભળો ને પંડિત ગાય ઉભી તારે દ્વાર જો,
રોટલી ના ટુકડા ના દાન તમે આપજો.
ઘરમાંથી પંડિતજી એમ બોલ્યાં જો,
સાંભળજો ગાય માતા મારી વાત ને.
મારા તે ઘરમાં રસોઇ નથી તૈયાર જો,
આશા રે કરજો તમે બીજા ઘરની.
અંતરની વાણી ગાય માતા એમ બોલ્યાં જો,
અંતરની વાણી રે સદા અમર રેશે.
ખંભે ખડિયો ને હાથ માં પોથી રેશે સદા તારે હાથ જો,
ભિક્ષા રે ઘર ઘર ની કાયમ માગે.

અગિયારસ માતાએ લીધું છે ગાય નું રુપ જો,
કસોટી કરવાને પ્રુથ્વી લોક ની.

બીજી પરિક્ષા સિપાઈ ભાઇ ની લીધી જો,
જઇને ઉભા રે સિપાઈ ને આંગણે.
સાંભળો ને સિપાઈ ગાય ઉભી તારે દ્વાર જો,
ભોજન પાણી ના દાન તમે આપજો.
ઘરમાંથી સિપાઈ એ સાદ પાડ્યાં જો,
સાંભળજો ગાય માતા મારી વાત ને.
મારા તે ઘરમાં રસોઇ નથી તૈયાર જો,
આશા રે કરજો તમે બીજા ઘરની.
ગાય માતા અંતર ની વાણી બોલ્યાં જો,
અંતર ની હાય રે સદા અમર રેશે.
સિપાઈ તારે હાથે રેશે હથિયાર જો,
હું દ્વારે ભુખી એમ તું ઊભો રહી.

અગિયારસ માતાએ લીધું છે ગાય નું રુપ જો,
કસોટી કરવાને પ્રુથ્વી લોક ની.

ત્રિજી પરિક્ષા સજ્જન માણસ ની લીધી જો,
જઇને ઉભા રે ધર્મી ને આંગણે.
સાંભળો ને બેનું ગાય નો પોકાર જો,
ભોજન આપીને પેટ મારા ઠારજો.
ઘરમાંથી ધર્મી માણસ બોલ્યાં જો,
ગાય માતા ઉભા રયો હમણાં આવું છું.
અમારે ઘરે છપ્પન ભોગ તૈયાર જો,
ભાવે થી ભોજન તમે આરોગજો.
ભોજન કરીને માતાએ અંતર ના આશિષ આપ્યા જો,
કાયમ રે ભંડાર તારા ભર્યા રેશે.
લક્ષ્મી નો સદાય તારે વાસ રેશે.

અગિયારસ માતાએ લીધું છે ગાય નું રુપ જો,
કસોટી કરવાને પ્રુથ્વી લોક ની.

ઓ રે માનવીયો અગિયારસે તુલસી પુજજો જો,
તુલસી રે પુજવાથી વૈકુંઠ ઢુકડુ.
જે સત્સંગી અગિયારસ નો મહિમા ગાશે જો,
તુલસી ને શાલીગ્રામ મોક્ષ એને આપશે.
અગિયારસ માતાએ લીધું છે ગાય નું રુપ જો,
કસોટી કરવાને પ્રુથ્વી લોક ની.


 ભજન -2



એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું
કાન્હાને મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

એકાદશી આવી આજે, મારે શ્યામને મળવું છે
શ્યામને મળવું છે, ઘનશ્યામને મળવું છે.
મારે હૈયાની વાત કરવી છે, મારે કાન્હાને મળવું છે.

મારે હરિદ્વાર જવું છે, ગંગાજીમાં સ્નાન કરવા છે,
એકાદશી આવી આજે, મારે લાલાને મળવું
લાલાને મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

મારે મથુરામાં જવું છે, મારે યમુનાપાન કરવા છે,
એકાદશી આવી આજે, મારે શ્યામને મળવું
શ્યામને મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

મારે અયોધ્યા જવું છે, મારે સરયુમાં સ્નાન કરવા છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું
કાન્હાને મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

મારે દ્વારકા જવું છે, મારે ગોમતીમાં સ્નાન કરવા છે,
એકાદશી આવી આજે, મારે દ્વારકાધીશ મળવું છે
દ્વારકાધીશને મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

મારે નિધિવન જવું છે, મારે ગોપીઓને મળવું છે,
એકાદશી આવી આજે, મારે શ્યામને મળવું છે
શ્યામ મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું

એકાદશી કરવી છે, મારે ભવસાગર તરી જવું છે,
એકાદશી આવી આજે, મારે શ્યામને મળવું છે
શ્યામ મળવું છે, મારે હૈયાની વાત કરવી છે,
એકાદશી આવી આજે, મારે કાન્હાને મળવું


ભજન - 3



આજે મારે એકાદશી રે કૃષ્ણ મારે ઘેર આવ્યા
કૃષ્ણ મારે ઘેર આવ્યા ને હું તો ઘેલી બની ગઈ

પ્રભુ માટે હાર લાવીને માળા ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ( 2 ) ને હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે

પ્રભુ માટે મિસરી લાવીને માખણ ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ( 2 ) ને હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે

પ્રભુ માટે આસન લાવીને સિહાસન ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ( 2 ) ને હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે

પ્રભુ માટે મુગટ લાવીને મોરપીંછ ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ને ( 2 ) હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે

પ્રભુ માટે કામળી લાવીને વાંસળી ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ને ( 2 ) હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે

પ્રભુ માટે ૫૬ ભોગ ધરાવ્યાને તુલસી ભૂલી ગઈ,
કૃષ્ણ મારે ઘેર આવ્યા ને ( 2 ) હું તો ઘેલી થઈ
આજે મારે એકાદશી રે કૃષ્ણ આવ્યા ઘેર આંગણે


ભજન - 4



હાલો હાલો ને વૈષ્ણવ એકાદશી આવી
વ્રત ઉપવાસ કરવા ને એકાદશી આવી

પ્રભુએ કાન આપ્યા હરિરસ સાંભળવા 
કથામાં જઈશું ને હરિરસ સાંભળીશુ

પ્રભુએ મુખ આપ્યું કીર્તન ભજન કરવા 
સત્સંગમાં જઈશું ને કીર્તન ભજન ગાઈશું

પ્રભુએ પગ આપ્યા જાત્રા કરવા
પરિક્રમા કરીશું ને જાત્રા કરીશું

પ્રભે હાથ આપ્યા તાળી પાડવા
સત્સંગમાં જઈશું ને તાળી પાડશું

નરસિહ મહેતાના સ્વામી શામળિયા
દેજો અમને વૈકુંઠમાં વાસ પ્રભુજી

હો હો રે મારે એકાદશી કરવી
એકાદશી કરવી ને ઉપવાસ કરવા


ભજન - 5



હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
હૈયે હરખ ન માય રે. 
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
વ્રત ઉપવાસ કરીએ.
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
પ્રભુનું ધ્યાન ધરીએ. 
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
ગંગામાં સ્નાન કરીએ.
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
દાન પુણ્યના કામ કરીએ. 
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
જમુનાજી જઈએ જીલવા
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
પ્રભુના દર્શન કરીએ
હારે આજ એકાદશી રે, આજ એકાદશી રે,
પ્રભુના ગુણગાન ગાઈએ


            આશા છે કે આપ સૌને આ ભજનો પસંદ આવ્યા હશે તો આપના મિત્રોને પણ આ પોસ્ટ મોકલજો કે જેથી તેઓ પણ આ સરસ મજાનાં ભજનો સાંભળે અને વાંચી શકે. જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ.