મિત્રો, દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસ આવે છે કે જેનુ આપણાં હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. ભારત ભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે અને એમ પણ આ દિવસે તુલસી વિવાહનુ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ દેવ પોઢી અગિયારથી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. ઉઠે છે અને સંસારરૂપી દોરી પોતાના હાથમાં લે છે. 

        તો આજે આપણે આ લેખમાં તુલસી વિવાહ વિષે વાત કરીશું. એવી માન્યતા છે કે જે દંપતિને સંતાન રૂપે પુત્રી પ્રાપ્તિ નથી થઇ તો તેઓ તુલસી વિવાહ કરીને ક્ધયાદાન જેટલું જ પુણ્ય કમાઇ શકે છે. તુલસી માતાનેમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે. પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે.

        તુલસી વિવાહ સાંજના મુર્હતમાં જ કરવામાં આવે છે. તો આ વર્ષે 4 નવેમ્બર 2022 કારતક સુદ અગિયારસ દેવ દિવાળી છે.એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્ર્વમેઘ યજ્ઞનુ ફળ મળે છે તથા સૌ રાજસૂય યજ્ઞ કર્યાનુ ફળ મળે છે તથા બધા જ પાપો નાશ પામે છે. દેવ દિવાળીના દિવશે ખાસ કરીને તુલસી પુજાનુ તથા શાલિગ્રામની પુજાનુ મહત્વ વધારે છે સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચુંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાસી ઉપર રાખવા તેના ઉ૫ર શેરડીના સાંઠાનો માંડવો બાંધવો. ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામા આવે છે. ત્યારબાદ શેરડી ધરાવવામાં આવે છે. શેરડીમા ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંમ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. 

        કારતક સુદ અગિયારસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. દેવ દિવાળીના દિવશે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર ચડાવવા અતિ ઉતમ છે. આજે સત્યનારાયણની કથા પણ કરાવવામાં આવે છે અથવા સાંભળવી વાંચવી જોઈએ. કે જે પણ અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. 

તુલસી વિવાહ પાછળ પૌરાણિક કથા પણ છે આવો હવે વાંચી..

તુલસી વિવાહ પૌરાણિક કથા

        પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા.

        બધા દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.

તુલસી ચાલીસા વાંચવા અહિયાં ક્લિક કરો

        પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.

  ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.

        દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છેઅને તે દિવસથી આજ દિવસ સુધી આપણે ત્યાં તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. 

   ધન્યવાદ 😊 જય શ્રી કૃષ્ણ 🙏 આ લેખ પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને પણ મોકલજો. 


આ પણ વાંચો :