એકાદશીના દિવસે આટલું જરૂર કરજો મળશે તેનું શુભ ફળ 100% 🙏 Utpatti Ekadashi 2022

      

        સનાતન હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, હિન્દુ પંચાંગ અનુસાર જે એકાદશી પૂર્ણિમા પહેલા આવે છે તેને શુક્લ ( સુદ ) પક્ષની એકાદશી કહેવામાં આવે છે અને જો એકાદશી અમાસ પહેલા આવે છે, તેને કૃષ્ણ ( વદ ) પક્ષની એકાદશી કહેવામાં આવે છે. તે બંનેનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે. 

        હવે 2022 પૂર્ણ થવા જય રહ્યું છે અને વર્ષ 2023 ની શરૂઆત થવાની છે. વર્ષ ૨૦૨૩ માં ક્યારે કઈ એકાદશી આવે છે તેની Post અમે મૂકેલી છે આપ તે વાંચી શકો છો.  આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે, ઉપરાંત આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીને પણ પ્રસન્ન કરી શકાય છે.

એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું 

        એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે વ્રત રાખવામાં આવે છે, તો વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે, પુરાણોએ પણ આ એકાદશીનું ઘણું મહત્વ માનવામાં આવ્યું છે, આજે આપણે જાણીશું કે એકાદશીના દિવસે કકયા કાર્યો કરવા જોઈએ કે જેથી કરીને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકાય. જો આપ આ કાર્ય આ દિવસે કરો છો, તો તેનાથી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર જળવાઈ રહેશે અને તમારા જીવનમાં ધન સાથે સંબંધિત સમસ્યાઓનો અંત આવશે, ભગવાનના આશીર્વાદથી આપના જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે.

આવો જાણીએ કે એકાદશીના દિવસે એવા કયા કયા કાર્યો કરવા જોઈએ. 

નારાયણ ક્વચનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળો 

એકાદશી પર કરવાના કાર્યો :

1. એકાદશીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ દિવસે વહેલી સવારે ઉઠી જાવું અને તમારા આખા ઘરને બરાબર સાફ કરો, ત્યાર પછી તમે સ્નાન કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવું અને ભગવાન વિષ્ણુજીની સાથે સાથે ધનની દેવીની માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરવાની પૂજા કરવાની. 

2. આજના દિવસે ભગવાન અને માતા લક્ષ્મી આપના પર પ્રસન્ન રહે એવું ઇચ્છતા હોય તો આ દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો, શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે પીપળાના ઝાડ ઉપર ભગવાનનો વાસ હોય છે, તેથી જો એકાદશી ઉપર પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, તો તેનાથી આપણા પર ભગવાનની કૃપા હંમેશા જળવાઈ રહેશે.

શ્રીમદ ભાગવતનો પાઠ ગુજરાતીમાં લખાણ સાથે સાંભળો

3. માણસ પોતાના જીવનમાં સંપત્તિ મેળવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરે છે, એવું કહેવામાં આવે છે કે સંપત્તિ મેળવવા માટે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે, જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યા ઉભી થતી નથી.જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો તમે અપરા એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવા જરૂર પ્રગટાવો અને તમે આ દિવસે ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરો, તેનાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનનીની ખામી ઉત્પન્ન થશે નહીં.

4. એકાદશીના દિવસે ભગવાનને ભોગ ખાસ લગાવવો જોઈએ. જેમાં માખણ, મિસરી, મીઠાઇ, દૂધની વાનગી ધરાવી શકો છો. આ વસ્તુઓ ન ધરાવી શકો તો તુલસીજીના 2-3 પર્ણ ભગવાનને અર્પણ કરો છો તો પણ તે પ્રસન્ન થઈ જાય છે. 

અગિયારસના ભજન

5. આ દિવસે બ્રાહ્મણને, સાધુ બાવા જે ગરીબ જરૂરિયાત મંદને દાન દક્ષિણા આપવી જોઈએ.

6. એકાદશી ઉપર ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મેળવવા માટે તમે દક્ષિણાવર્તી શંખથી ગાયના દૂધથી ભગવાન વિષ્ણુજીના અભિષેક કરો.


આશા છે આપ સૌ લોકોને આ લેખ પસંદ આવ્યો હશે તો આપના મિત્રોને પણ મોકલજો કે જેથી તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે. જય શ્રી કૃષ્ણ 🙏🌹


નોંધ : આ લેખને કોપી કરતાં પહેલા કે અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતાં પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે. 

Post a Comment

0 Comments