રામદેવપીર બાવની એટલે કે માત્ર 52 લીટીમાં રામદેવ પીરના જીવન ચરિત્ર વિષેની સંપૂર્ણ માહિતી. રામદેવ પીર એ દ્વારકાધીશનો જ અવતાર મનાય છે. અને રામદેવપીર એ કાળિયુગના હાજરાહજૂર દેવતા છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, શ્રદ્ધાપૂર્વક તેમણે યાદ કરવામાં આવે છે તો તેઓ તેના ભક્ત પાસે જરૂર આવે છે. તો આવો કરી આવતા સાક્ષાત રામાપીરની બાવનીનો પાઠ. 

આ પણ સાંભળો : રામદેવ પીર 24 ફરમાન
                                 
 શ્રી રામદેવપીર બાવની

શ્રી ગણેશને લાગું પાય, રામાપીરના ગુણ ગવાય.
પોંકણગઢ ગામ કહેવાય, જેનો રાજા અજમલ રાય.

વીરમદેવ ને રામા પીર, પુત્ર થયા મહા બળવીર.
રામદેવ પીરના પરચા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર.

મિનળદે માતાનું નામ, રામાપીરનું રટે નામ.
ધનમલ વાણિયાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર.

મધદરિયામાં ડૂબું વહાણ, રામાપીરનું ધર્યું ધ્યાન,
અદેશ્ય રૂપે તાર્યુ વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ.

યુગે યુગે પીરનો પોકાર, હિંદુ પીરનો કર્યો પ્રચાર,
પહેલા યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિશ્ચંદ્ર રાય. 


ત્રીજા યુગે યુધિષ્ઠિર રાય, ચોથા યુગે બલિ રાય.
પ્રત્યેક માસની સુદિ બીજે, ઉજવાય ત્યાં આવે રામાપીર.

શ્રાવણી સુદિ બીજને દિન, બાર ગામના વાયક ભિતન્ન.
બાર વાયક સ્વીકારેમીર, બાર બીજના ધણી રામા ષીર.

આફતમાં જે યાદ કરે, તુર્ત જ તેનાં કામ સરે.
મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાર'.

સગુણાબહેનની વ્હારે ચઢ્યા, મૃત ભાણેજ સજીવન કર્યા.
નેતળદેવીના લગ્ન થયા,આનંદ ઉત્સવ મંગળ કર્યા.

વાણિયો ને વાણિયણ જાત્રા જાય, માલ દેખી ચોર વાંસે થાય. 
લીલુડો ઘોફ્ઞે હાથમાં તીર, વાણિયાની વ્હારે રામદેવ પીર.

ઊઠ ઊઠ વાણિયા ધડ માથું જોડ, ત્રણ ભુવનમાંથી પકડી લાવું ચોર
દલુ વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણિય લીધો ભેખ.

રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરચા વાવ.
દુઃખી દર્દી કરે સ્નાન, સર્વનું થાય રોગ નિદાન.


રાવતરણસી ખીમચો કોટવાળ, રામા પીરના ભક્ત અપાર.
રૂપા તોરલદે સતી નર, પીરના પરચે ઉગાર્યા ભરથાર.

રણુજા શુદેરમાં પાટ મંડાય, ધોળી ધર્મ ધજા ફરકાય.
વાયકે સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય. 

ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યો આબુગઢની માય.
મળ્યાં ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભારાય.

પાટણમાં ઉગમશી ભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય.
મજેવડીમાં દેવતણખી સંત, સત્સંગી મહા ગુણવંત.

હાલા હુલા ઢાગા ધનવીર, નિત્ય સમરે રામા પીર.
દેવાયત પંડિત દેવલદે નાર, દીધાં આમંત્રણ નિરધાર.

ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જેસલ તોરલ નાર.
ખીમડો ગયો મેવાસા માય, રૂપાંદે માલદેવ રાય.

જેસલે પીંપડી માલે ઝાડ, રોપ્યાં થઈ અમર ડાળ.
ખોદાવી વાવ રૂપાં રાણી,-તોરલે કર્યા મીઠાં પાણી


મક્કાથી આવ્યા પાંચ પીર, પરચો જોવા મન અધીર. 
સવા હાથની ચાદર નંખાય, તેમાં સહુ બેસતા જાય.

જેમ વધે તેમ બેસતા જાય, તેમાં પાંચસો પીર સમાય.
વૃક્ષની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યાં પીરસ્યા થાળ.

જેને જોઈએ તે પીરસાય, મનગમતા તા ભોજન થાય. 
જમી કરીને રાજી થયા, રામા પીરને પગે પડ્યા.

આંધળાં પાંગળાં જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય.
ડાલીબાઇની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવપર.

ભાદરવા સુદ અગિયારસ, રામાપીરનો સમાધિ વાસ.
સંવત પંદરસો પંદરની સાલ, રામાપીર થઈ ગયા ન્યાલ.

સમાધિમાંથી કરતા વહાર , ચમત્કાર જેના અપરંપાર.
હરજી ભક્ત ખીમડયો કોટવાળ, ડારલદે સદગુણી નાર. 

રામાપીરની બાવની સાર, જે કોઈ ગાયે નર ને નાર.
'કહીએ ભગત' નમું વારંવાર, ઉતારી દેશે ભવ પાર.