કિચુડ કિચુડ મારો હિંડોળો હાલે
શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
હિચકે બેસીને વાલો મીઠું મલકે
શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
દરજી ને તેડાવી મે તો વાઘા સીવડાવ્યા
વાઘામા નવરગી હીરલા ટકાવ્યા
વાઘા પહેરીને વાલો મીઠ મલકે
શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
મણીયારા તેડાવી મે તો મુગટ બનાવ્યા, મુગટ બનાવી એમાં મોરપીંછ લગાવ્યા
મુગટ પહેરીને વાલો મીઠુ મલકે, શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
ફુલડા વીણીને મે તો માલા ગુંથાવી, માલા ગુથાવી એમા મીણા મૂકાવ્યા
માળા પહેરીને વાલો મીઠુ મલકે, શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
મહીડા વલોળી મે તો માખણ બનાવ્યુ, માખણ બનાવી એમા મીસરી મિલાવી
માખણ ખાઈને વાલો મીઠુ મલકે, શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
વૈશ્નવ બોલાવી મેં તો હિંચકો શણગાર્યો, વૈશ્નેવો એ આવીને શ્રીજીને જુલાવ્યા
ઝુલી ઝુલીને શ્રીજી મીઠુ મલકે, શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
મેં તો મારે આંગણે વલ્લભકુળ તેડાવ્યા, વલ્લભકુળ આવ્યાને ઝુલે ઝુલાવ્યા
વલ્લભકુળ ભાવધી આરતી કરે, શ્રીજી આવીને મારે હિંચકે બેસે..
0 Comments