શ્રીનાથજી હિંડોળાનું કિર્તન, શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ 🙏 Shreenathji Hindola Kirtan in Gujarati


શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર (ર)

કદમની ડાળે બાંધ્યો હિંડોળો,
બાંઘ્યો છે હીરલાની દોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

કાંગરે કાંગરે મેનાને પોપટ,
ટહુકે કળાયેલ મોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

વચમાં વચમાં તારલીયા ચમકે
ચમકે ચંદ્રીકા ચકોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

મણી મુક્તાને મોતી મઢેલો
હીરલા રત્નની ઠોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

કુમકુમ કેસર ને કેવડો ચંદન
મહેકે અત્તરની ફોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

ફળફૂલનો તો બાંઘ્યો હિંડોળો,
તોરણ ઝૂલે ચારે કોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

ફૂલ માળા ને સુવાસિત ગુલાબ
ધરાવું નંદ કિશોર.. 
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

સોળ સણગાર સારા સજીને
ઝૂલે શ્રીનાથજી શ્રીયમુનાજીની જોડ...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

વહુજી બેટીજી મહારાજ ઝૂલાવે,
વૈષ્ણવને દર્શનના કોડ...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

ઝરમર ઝરમર મેહુલો તરસે
મેઘ ચઢ્યો ઘનધોર...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

વલ્લભનાં સ્વામી પ્રભુ રસિક શિરોમણી
ચરણકમળ યિત્ત જોડ...
શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોર

Post a Comment

0 Comments