શ્રીનાથજી હિંડોળા કિર્તન 🌹 ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો 🌹 Shrinathji Hindola Kirtan gujarati

 


ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો

શ્રીજીનો હિંડોળો મારા વાલાનો હિંડોળો

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


નંદબાબા આવશે ને હિડોળે બેસાડશે

જશોદાજી ધીમે ઘીમે ઝુલા રે ઝુલાવશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


પીળા રે પીતાબર મારા વાલાને પહેરાવશે

જરકસી જામા ધરી હૈયે રે લગાડશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


લાડે ને કોડે માતા ઝુમર લગાડશે

લેરીયાના તોરણ બાંધી વાલાને રીઝાવશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


ઘર ઘરથી સૌ ગોપીયો રે આવશે

લાલા માટે માખણની મટુકી લઈ અડવશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


વારી વારી મુખ જોઈ લાલાને હસાવશે

રસીયા વાલમને લાડ રે લડાવશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


લલિતા વિશાખા સખી માલા લઈને આવશે

રાધાજીના શીશે રૂડી વેણી રે ગૂંથાવશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


હેતેથી ઝુલાવશુ ને મોતીડે વધાવશુ

ગોપીઓ તો કાનાને હૈયે રે લગાડશે

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો


વલ્લભકુળ આવશે ને ઝુલો ઝુલાવશે

વૈશ્નવો તો દોડી દોડી દર્શને જાશે 

ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો

Post a Comment

0 Comments