માતા શીતળા ગુણવાળી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
તારા દર્શનથી દોષ દૂર થાય રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
માના સ્પર્શથી સહુ પુણ્ય પામે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
થાયે દર્શનથી ભાગ્યશાળી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
નમું શીતળામાં તમને રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
માની બાજુમાં નીલકંઠ બિરાજે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
તેની સાથે માતા પાર્વતી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
તેની પાસે હનુમાનજી દયાળ રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
સામા બેઠા છે ગણેશ દુંદાળા રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
નમું શીતળામાં કુંડવાળી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
માના શરણે આવે છે નરનારી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
જ્યારે શ્રાવણ વદ સાતમ આવે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
ત્યારે માતાજીને નેણ ચઢાવે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
એવી શીતળામાં દયાળુ રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
પ્રગટી પંકજથી શીતળામા કહેવાણી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
તું તો નારાયણની પટરાણી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
નમું શીતળામા ગુણકારી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
માના ચરણ પુંજ પખાળી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
ત્રિલોક તણી લાજ તુજ હાથે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
જગનાથ રાખે સદા તને સાથે રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
માતા ભક્તોની આશા પુરી કરજો રે,મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
આપી આશિષને ભક્તિ ભરજો રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
રાખો જગતમાં શીતળામા સારી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
નમું શીતળામા કુંડવાળી રે, મા જ્યાં જુઓ ત્યાં શીતળા મા
0 Comments