ચાલો વધાવીએ રે નંદજીના લાલને
વારી વારી વારણા લઇએ.. વધાવીએ રે.. નંદજીના લાલને..
કંકુ ચોખાને વળી ફૂલડે વધાવીએ
ચંદન કુમકુમનું તીલક કરાવીએ
સોનાના પારણે ઝુલાવી.. વધાવીએ રે.. નંદજીના લાલને..
હીરની દોરી એના પારણે બંધાવીએ, મોગરાના ફૂલોથી પારણું સજાવીએ
પારણામાં કાનને પોઢાડો વધાવીએ રે.. નંદજીના લાલને..
ધર ધરથી આવે વ્રજની ગોવાલન, નવા નવા સાજ સજાવીને આવે
કાનુડાને રમાડે નરનારી વધાવીએ રે.. નંદજીના લાલને..
ગોકુળની ગલીઓ દહીં દૂધ વેર્યા, કેસર કંકુથી સાથીયા પૂરાવ્યા
રુમઝુમતા કાનકુવર ચાલે .. વધાવીએ રે.. નંદજીના લાલને..
ગોપીઓના ટોળા ગીતો વગડાવે, ઢોલના તાલે થૈ થૈ નચાવે
નંદનો દુલારો શ્યામ નાચે..વધાવીએ રે.. નંદજીના લાલને..
0 Comments