વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય

મથુરાથી કાન કુવર ગોકુળમાં જાય.

મથુરાની જેલમાં જન્મ જ લઇને
ટોપલામાં પોઢયા પ્રભુ પ્રેમ ધરીને
ઉપરથી શેષનાગ કરી રહયા છાય.. મથુરાથી..

શ્રાવણ માસની અંધારી રાતે
ચાલ્યા વસુદેવ લાલ લઇ સાથે
તાળા તૂટયાને સેવક ઝોલા ખાચ.. મથુરાથી..

જમુનાના નીર તો ચડયા હિલોળે
પગે પહોંચવાને પ્રેમે ચડયા દોઢે
આગળ ચાલેને મન દોડી દોડી જાય.. મથુરાથી..

ચરણ સ્પર્શ કરી નીર નીચે થાય
દીધો મારગ શ્યામ ગોકુળમાં જાય
માતા જશોદાના મહેલમાં જાય.. મથુરાથી..

જશોદાની ગોદમાં પોઢાડયા શ્યામને
હેતે કરીને નીરખ્યા શ્યામને
માયા રૂપી કન્યા લઇ પાછા ફરી જાય .. મથુરાથી..

માયા રૂપી કન્યા આવી કંસ કેરા હાથમાં
ફેરવી પછાડી એ તો ઉડી આકાશમાં
વેરીવસે તારો ગોકુળમાં.. મથુરાથી..

આજે વધામણા ગોકુળ ગામમાં
નાચે કુટે ખેલે ગોવાળિચા
માતા જશોદાનો હરખ ન માચ.. મથુરાથી..