રક્ષાબંધન સ્પેશ્યલ ભજન 🙏 વાલો મારો રાખડીએ બંધાય 🙏 Raksha bandhan gujarati bhajan | Chandrika Sikotra


રાખડીએ બંધાય પ્રેમના તાતણીયે બંધાય કિં
વાલો મારો રાખડીએ બંધાય જો.........

(૧) વામન થઇને બલીરાજા ને બારણે યાચવા જાય જો
ત્રણ ડગલામા પૃથ્વી લઇને (૨)
બાંધી લીધો બલીરાય - વાલો મારો....

(૨) કરી કસોટી પ્રેમતણીએ પીંજરીએ પુરાય જો
છડીદાર થઇ રહ્યો પાતાળે (૨)
છેતરનારો છેતરાય - વાલો મારો....

(૩) શેરડી છોલતા આંગળી કાપી દુખ નહી સહેવાય જો
પાંચાળીને પાટો બાંઘ્યો (૨)
એના ચીર પૂરવા જાય - વાલો મારો....

(૪) બાંધતા બાંધતા યસોદાના નેતરા ખુટી જાય જો
બાંધી થાકી હારી ગયા ત્યારે (૨)
આપો આપ બંધાય - વાલો મારો....

(પ) રાખડી બાંધે એનુ રક્ષણ કરતો, એવો એનો ન્યાયજો
એના શરણૅ આવે તેનો (૨)
વાળ ન વાંકો થાય - વાલો મારો....

(૬) પ્રેમનો જોગી ભાવનો ભોગી, ત્રિલોકમા કહેવાય જો
ગોવિંદ બંધન જગના છોડે (૨)
જે કોઇ એને સહાય - વાલો મારો....


 

Post a Comment

0 Comments