હિંડોળાનું છેલ્લું કિર્તન | ઝૂલવા આવો આજ હિંચકો બાંધ્યો છે | Krishna Hindola bhajan gujarati lyrics

 


નંદજીના પ્યારા જશોદાને વાલા

ઝૂલવા આવો આજ હિંચકો બાંધ્યો છે.


સોનાનો હિંચકો રૂપલાના કળા

મોતીડાની દોરી હાથ - હિંચકો બાંધ્યો છે.


જશોદાના લાલા લાગો મને વાલદ

સુણજો મારી વાત - હિંચકો બાંધ્યો છે.


રેશમની ગાદી રેશમના તકીયા

રેશમના ગાલમસૂરિયા - હિંચકો બાંધ્યો છે.


ગોપીઓ આવશે માખણ લાવશે

જમાડે જમણે હાથ - હિંચકો બાંધ્યો છે.


ગવરી ગાયના દૂધડા લાગે બહુ મીઠડા

મિસરી નાખીસ માય - હિંચકો બાંધ્યો છે.


ના શરમાશો વેલા વેલા આવજો

આવજો રાધાજીની સાથ - હિંચકો બાંધ્યો છે.


અષાઢી લો મેહુલો ઝરમર વરસે

વરસે આખી રાત - હિંચકો બાંધ્યો છે.


વૈશ્નવો પધાર્યા વેલા વેલા આવજો

વાટ જોઉ છું દિનરાત - હિંચકો બાંધ્યો છે.

Post a Comment

0 Comments