વાલા હિચકે ઝુલવા આવો રાજ -હિચકો બાંધ્યો ઝાકમઝોળ

રાણી રાધાજીને સાથે લાવજો રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વૃંદાવનની કુંજમાં રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
મે તો બાંઘ્યો કદંબની ડાળીયે રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા હિંચકે બાંધ્યા જુમર રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
એમા શોભે મુક્તા માણેક રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા હિંચકે બોલે પોપટ રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
ત્યાં તો મોર કળા કરી નાચે રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા હિંચકે આવી કોયલ રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
ત્યા તો બોલ્યા બપૈયા ને મેના રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા વિશાખા સખી આવી રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
એ તો માખણ મટુકી લાવી રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા મુજને તૂં ઘણો વાલો રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
મને સપનાપા શ્યામ પઘાર્યો રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
હું તો હેતે હરિને ઝૂલાવતી રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
વાલા વલ્લભ કુળ પધારે રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ
ઈતો નજરૂ તારી ઉતરે રાજ - હિચકો બાંધ્યો ઝાકમઝોળ