આવે છે રે આવે છે મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

એનો શબ્દ ગગનમાં ગાજે છે, મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

મથુરાની જેલમાં જન્મ ધરીને (ર)
સીધો ગોકુળમાં બીરાજે છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

આખા તે ગામને નીંદરમાં રાખી (૨)
એ તાળા તે કંસના તોળાવે છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે,

વાંસની ટોપલીમાં પોઢ્યા પ્રિતમજી (૨)
વાસુદેવ શિરે લઇ ચાલ્યા છે, મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

ઝરમર ઝરમર મેહુલો વરસે (૨)
એ ત્યાં તો મેઘ ગગનમાં ગાજે છે, મારો વ્હાલો ગોકુળમાં આવે છે

પાવન કરવા યમુનાના જલને (૨)
શ્રીકૃષ્ણ ચરણ લંબાવે છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

જશોદાની ગોદમાં પોઢ્યા પ્રિતમજી (૨)
વાસુદેવ માયા લઇ આવ્યા છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે.

પહેલા પરોઢે જશોદાજી જાગીયા (ર)
શ્રી કૃષ્ણ મુખ જોઈ હરખાયા છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે

શ્રી કૃષ્ણ કનૈયાના દર્શન કરીને (ર)
એ ત્યાં તો નંદ મહોત્સવ મનાવે છે. મારો વ્હાલો ગોકુળમાં આવે છે.