કાનુડાની વધાઈનું સરસ મજાનું કિર્તન 😍 નંદ દ્વારે ઊડે રે ગુલાલ 😍 Janmashtami Vadhai Kirtan gujarti


નંદદ્રારે ઊડે રે ગુલાલ કનૈયો ઝુલે પારણિયે
મંદિરિયામાં ઊડે રે ગુલાલ કનેયો ઝુલે પારણિયે

નંદને જશોદામાતા ખૂબ હરખાય છે (૨)
આવ્યો રડો મદન ગોપાલ ... કનૈયો ...

સોનાનું પારણુને રેશમની દોરી (૨)
પારણામાં ઝુલે મારો લાલ.. કનૈયો..

લાલાએ પહેર્યા રેશમના વાધા (૨)
કાળી કામળી વાળો ગોપાલ.. કનૈયો..

લાલાને માથે મુગટ સોહાય છે (૨)
મોરપીંછા વાળો રે ગોપાલ.. કનેયો..

લાલાને કાળા કાળા વાંકડિયા વાળ છે (૨)
છેલ છોગાળા રે ગોપાલ.. કનેયો..

લાલાના દાંત જાણે દાડમની કળીઓ (૨)
ખંજન પડે છે ગોરા ગાલમાં.. કનેયો..

લાલાનું મુખડું લાલ ગુલાબી (૨)
મરક મરક મલકાય ..કનેયો..

લાલાના હાથમાં કંકણ સોહાય છે (૨)
મોરલીવાળો મદન ગોપાલ.. કનૈયો..

લાલાના કાને કુંડળ સોહાય છે (૨)
તિલક શોભે રૂડુ ભાલ.. કનેયો..

લાલાના પગમાં ઝાંઝર સોહાય છે (૨)
ઠુંમક ઠુંમક ચટકતી ચાલ.. કનેયો..

લાલાને માખણ મીસરી ભાવે (૨)
આવ્યો આવ્યો ગાયોનો ગોવાળ.. કનેયો..

ગોપીઓ રૂડા હાલરડાં ગાજો (૨)
આવ્યો આવ્યો માખણ ચોર્‌.. કનેયો..


 

Post a Comment

0 Comments