સાકર,માખણ સાથે ઝભલાં ને ટોપીઓ .
શુકનમાં શ્રીફળ લઈને રે,
હાલો હાલો શ્રી નંદઘેર જઈએ રે...
નંદજીને ઘેર આજે લાલો ભયો છે,
વધામણા લઈ જઈએ રે...હાલો હાલો
આસોપાલવનાં તોરણ બંધાવીએ,
કુમકુમનાં સાથિયા પુરાવો રે...હાલો હાલો
માખણ ને મિસરીનો ભોગ ધરીને,
ઝભલાં ને ટોપીઓ પહેરાવીએ રે...હાલો હાલો .
સોનાનું પારણું ને રેશમની દોરી,
લાલાને વ્હાલથી ઝુલાવીએ રે...હાલો હાલો
અબીલ ગુલાલની છોળો ઉડાવીએ,
હાલરડા હેતે ગવડાવીએ રે...હાલો હાલો
જશોદાનાં જાયાની નજર ઉતારીએ,
વારી વારી વારણા લઈએ રે...હાલો હાલો
નાચી-કૂદિને રૂડો ઉત્સવ મનાવીએ,
આજે વૈકુંઠ ભૂલી જઇએ રે...હાલો હાલો
કંચનના થાળમાં કપૂર જુકાવીએ,
લાલાની આરતી ઉતારીએ...હાલો હાલો
0 Comments