મથુરાની જેલમાં જન્મ્યો કનૈયો મથુરાની જેલમાં જન્મ્યો રે લોલ
જેલના બંધન તોડયા કનૈયાએ જેલના બંધન તોડયા રે લોલ
વાસુદેવને દર્શન દીધા કનૈયાએ વાસુદેવને દર્શન દીધા રે લોલ
મને ગોકુળ મેલી આવો કનૈયો કહે મને ગોકુળ મેલી આવો રે લોલ
વાસુદેવે ટોપલામાં લીધા કનૈયાને વાસુદેવે ટોપલામાં લીધા રે લોલ
ઝરમર ઝરમર મેહુલો વરસે ઝરમર ઝરમર વરસે રે લોલ
જમુનાજી ભરપૂર કનૈયા જમુનાજી ભરપૂર રે લોલ
વાસુદેવના મનડા મૂંઝાણા કનૈયા વાસુદેવના મનડા મૂંઝાણા રે લોલ
જમણો અંગુઠો બોળ્યો કૈનૈયાએ જમણો અંગુઠો બોળ્યો રે લોલ
જમુનાજીમાં કેડીયુ પાડી કનૈયાએ જમુનાજીમાં કેડીયુ પાડી રે લોલ
શેષનાગે છાયા આપી કનૈયાને શેષનાગે છાયા આપી રે લોલ
નંદબાવાને ઘેરે આવ્યો કનૈયો નંદબાવાને ઘેરે આવ્યો રે લોલ
જશોદાએ મોતીડે વધાવ્યો કનૈયાને જશોદાએ મોતીડે વધાવ્યો રે લોલ
ગોપીઓએ પ્રેમથી ઝૂલાવ્યો કનૈયાને ગોપીઓએ પ્રેમથી ઝૂલાવ્યો રે લોલ
દ્વારકાથી ડાકોર આવ્યો કનૈયો દ્વારકાથી ડાકોર આવ્યો રે લોલ
રણછોડરાય કહેવાયો કનૈયો રણછોડરાય કહેવાયો રે લોલ
0 Comments