શ્રીનાથજી હિંડોળા કિર્તન 🌹 નંદબાબાએ રૂડો હિંડોળો બંધાવ્યો 🌹 Hindola kirtan gujarati with Lyrics

 ભજન - 1 ( નંદબાબાએ રૂડો હિંડોળો બંધાવ્યો )


નંદબાબાએ રૂડો હિંડોળો બંધાવ્યો

કાનુડાને ઝુલવા બોલાવે રે, કાનુડાનો હિંડોળો


હે હિંડોળે બેસીને કાનો મોરલી વગાડે

રાધાજીને ઝુલવા બોલાવે રે - કાનુડાનો હિંડોળો


મોરલી સુણીને રાધા ઝબકીને જાગ્યા

કીર્તીજી ને પૂછવા લાગ્યા રે - કાનુડાનો હિંડોળો


કીર્તીજીએ જઈ ભ્રખુભાનને કીઘુ

રાઘાજીને ગોકુળ જાવું રે - કાનુડાનો હિંડોળો


ભ્રખુભાન તો ક્રોધે ભરાણા

રાધાજીને વઢવા લાગ્યા રે - કાનુડાનો હિંડોળો


ખૂણે બેસીને રાણી રાધાજી રીસાણા

સખીયો મનાવવા ચાલી રે - કાનુડાનો હિંડોળો


મોરલી વગાડી વાલે ચૌદભુવન જગાડ્યા

ભ્રખુભાન ઝબકીને જાગ્યા રે - કાનુડાનો હિંડોળો


રાધાજીને લઈને એ તો ગોકુળમાં પધાર્યા

ભૂલ થઈ છે વાલા મારી રે કાનુડાનો હિંડોળો


રાઘાજીને કાન બેઉ હિંડોળે ઝુલે છે

જુગલ જોડી કેવી શોભે રે - કાનુડાનો હિંડોળો


કાનુડાનો હિંડોળો દેવોએ વખાણ્યો

પુષ્પોની વૃષ્ટિ કરતા રે - કાનુડાનો હિંડોળો


કાનુડાને ઝુલાવવા વૈષ્નવો આવતા

કાનાને ઝુલાવી રાજી થતાં રે કાનુડાનો હિંડોળો


 ભજન - 2 ( હિડોળો હેલે ચડયો છે )


ઝુલો મારાં નંદજીનાં લાલ, હિડોળો હેલે ચડયો છે.
જુલો મારા જશોદાના લાલ - હિડોળો હેલે ચડયો છે.

હિંડોળે ઝુલે રાધાને કૃષ્ણ
ઝુલાવે વ્રજની નાર - હિડોળો હેલે ચડયો છે.

તારા હિડોળે વાલા હિરલા જડેલા
માણેક મોતીનો નહી પાર - હિડોળો હેલે ચડયો છે.

હિરની દોરી અને ઘુઘરી ઝડેલા
ઘૂઘરીનો થાય રણકાર - હિડોળો હેલે ચડયો છે.

ગુલાબ મોગરો હિંડોળે મહેકે
ચંપો ચમેલીને જુઈ -હિડોળો હેલે ચડયો છે.

ઝીણી ઝીણી કળીઓના ઝુમર બનાવ્યા
વસંતીના મુક્યા છે થાક - હિડોળો હેલે ચડયો છે.

ગોકુલની ગોપીઓ મહીડા વલોવશે
ઉતારે મહીના માટ - હિડોળો હેલે ચડયો છે.

હીંચકે જુલાવી વાલા માખણ ખવડાવું
પૂરા લડાવુ વાલા લાડ - હિડોળો હેલે ચડયો છે.

હિંચકે ઝુલાવવા વાલા વૈષ્ણવો આવશે
પ્રેમથી ઝૂલાવે નંદરાય - હિડોળો હેલે ચડયો છે.

સતસંગ મંડળ વાલા તમને રે વિનવે
પ્રેમથી પધારો દીનાનાથ - હિડોળો હેલે ચડયો છે.

ભજન - 3 ( એક ગોકુળ ગામનો ગોવાળીયો )


એક ગોકુળ ગામનો ગોવાળીયો

તેતો ઝુલવા આવે આજ રે - છમ છમ બ।જે પાયલીયા

એક સોના રૂપાનો હિંડોળો

એમાં હીરની દોરી બાંધી રે - છમ છમ બાજે પાયલીયા

એમા રેશમ કેરી ગાદી છે

અને મેલ્યા ગાલ મસૂરીયાં - છમ છમ બાજે પાયલીયા

એવી શ્રાવણી રાત સોહામણી

એમા ઝરમર વરસે મેઘ રે - છમ છમ બાજે પાયલીયા

આવ્યા બરસાનાથી રાધિકા 

એને ઝુલવાના ઘણા કોડ રે - છમ છમ બાજે પાયલીયા

રાધા કાનને કરે છે વિનતી

અમારે રમવા છે સંગ રાસ રે - છમ છમ બાજે પાયલીયા

કાના બોલ્યા મીઠા વેણમાં

અમે પેલા ઝુલશુ જુલે રે - છમ છમ બાજે પાયલીયા

પછી ગોકુળની ગોપિયું આવશે

એની સંગે રમસુ રાસ રે - છમ છમ બાજે પાયલીયા

ત્યા તો વલ્લભકુળ પધારીયા.

રાધા - કાનની જોડી ઝુલે રે - છમ છમ બાજે પાયલીયા


ભજન - 4 ( નંદબાવા એ ઝુલો બાંધ્યો રે )


 નંદબાવા એ ઝુલો બાંધ્યો રે શ્રી મધુવનમાં ને કુંજ સદનમાં

કાંગરે કાંગરે મોર પોપટ, કોયલ રૂડા ગીત ગાતી રે  
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

ઝરૂખે ઝરૂખે પોપટ બોલે, કળા કરી મોરલા ડોલે રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે

ઝરમર ઝરમર મેહુલીયો વરસે, વીજ ગગનમાં ગાજે રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે

માત જશોદા બાવરા બન્યા છે, કાનો મારો કેમ ઝુલે ઝુલશે રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે

શ્યામ સુંદીર વાલો બેઠો હિંડોળે, કેમ કરી ઝૂલાવવા જાઉ રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

મધુવનમાં જઈને મદએ નજરૂ ઉતરી, મારા લાલાને નજરૂ ન લાગે રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

પીળુ જે ઝભલુ વાલા પીળુ છે પટકુ, પીળે પટકે મન મોંહિયા રે -
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

મોર પીછાનો માથે મુગટ ધર્યો, મોગરાની માળા કંઠે રે - 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

પગમાં ઝાંઝર વાલા કંઠમાં કંદોરો, ઠુમક ઠુમક ચાલે ચાલતો રે - 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 

શ્રી વલ્લભના સ્વામી ને અંતરયામી, દેજો અમને વ્રજમાં વાસ રે 
નંદબાવા એ ઝુલો બાંધ્યો રે 


ભજન - 5 ( નંદબાવા એ ઝુલો બાંધ્યો રે )


મારા લાલાનો હિંડોળો, હિંડોળો સવા લાખનો,
તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો
લાલાને નજરૂ લાગશે.

મારા લાલાના વાઘા, વાઘા છે સવા લાખના
તમે આધા રહીને જોજો તમે છેટા રહીને જોજો
લાલાને નજરૂ લાગશે.

મારા લાલાનો મુગટ, મુગટ છે સવા લાખનો
તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો
લાલાને જજરૂ લાગશે.
મારા લાલાનો હિંડોળો, હિંડોળો સવા લાખનો,

મારા લાલાની ગુંજા, ગુંજા છે સવા લાખની
તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો
લાલાને નજરૂ લાગશે.
મારા લાલાનો હિંડોળો, હિંડોળો સવા લાખનો,

મારા લાલાનો કંદોરો, કંદોરો સવા લાખનો
તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો
લાલાને નજરૂ લાગશે.

મારા લાલાના પાયલ, પાયલ છે સવા લાખના
તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો
લાલાને નજરૂ લાગશે.

મારા લાલાની રાધા, રાધા છે મોંઘા મોલની
તયે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો
રાધાને નજરૂ લાગશે. 

મારાં લાલાના વૈશ્નવં, વૈશ્નવ છે મોંઘા મૂલના.
તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો
વૈશ્નવને નજરૂ લાગશે. 

Post a Comment

1 Comments

  1. Tame Kaik Nava kirtan mukjo jyare tame Lakho tyare

    ReplyDelete