હા રે ઝુલો ઝુલો શ્રીનાથજી, ઝુલાવુ ગોકુલ ગામમાં .

હા રે હેમ હિડોળો ફૂલડે ગુંથાવ્યો, હા રે હીરા રત્ન મોતીડે મઢાવ્યો 
હ રે ખમ્મા ખમ્મા શ્રીનાથજી ,ઝુલાવુ ગોકુલ ગામમાં

હા રે ગુલાબ ચંપોને મોગરાની માળા, હાં રે લટક્યા ત્યાં ઝુંમર રૂપાળા
હા રે લટકે મટકે શ્રીનાથજી ,ઝુલાવુ ગોકુલ ગામમાં

હા રે હેમ રૂડા રૂપાળા હાથે, હા રે મોરપીંછાનો મુંગટ છે માથે
હા રે ભાલે તિલક શ્રીનાથજી ,ઝુલાવુ ગોકુલ ગામમાં

હા રે વાઘા પેર્યા કેસરીયા નાથે, હાં રે વલ્લભ વિઠલ ઝુલાવે હાથે
હા રે મંદ હસે શ્રીનામજી ,ઝુલાવુ ગોકુલ ગામમાં

હાં રે કોમળ કળીયોનો હિંડોળો બનાવ્યો, હા રે શ્યામ ઘાટમાં દિપક પ્રગટાવ્યો
હા રે ડકુંજ વનમાં શ્રીનાથજી (2) ઝુલાવુ ગોકુલ ગામમાં

હાં રે પોપટ ચકલો ને મોર બપૈયા, હા રે કુહુ કુહુ કરે છે કોયલિયા
હાં રે ગૌ પાલક શ્રીનાથજી ,ઝુલાવુ ગોકુલ ગામમાં

હાં રે શ્યામ સોહે શ્રી મહારાણીના સંગમાં, હાં રે શ્રીનાથજી ઝુલે ઉમંગમાં
હાં રે વૈશ્નવ મંડળ જાયે આજે વારી શ્રીનાથજી, ઝુલાવુ ગોકુલ ગામમાં