શ્રીનાથજી હિંડોળા કિર્તન 🙏 શ્રીજી આવોને ઝૂલવા 🙏 Hindola kirtan pushtimarg | Hindola bhajan gujarati


ધીમો ધીમો હિંચકો હાલે
કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજી ને ઝુલાવવા કોણ કોણ આવશે
કોણ લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજીને ઝુલાવવા નંદબાબા આવશે
જશોદા લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજીને ઝુલાવવા બલભદ્ર અ।વશે
શુભદ્રા લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજીને ઝુલાવવા લલીતાજી આવશે
વિશાખા લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજીને ઝુલાવવા મહારાણીમાં આવશે
રાધાજી લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

વેણુ વગાડી વાલે ચીત હરી લીધું
ભૂલી હુ તો શાન ને ભાન - કે શ્રીજી આવો ઝુલવાને

શ્રીજીને ઝુલાવવા વલ્લભકુળ આવશે
વૈશ્નનો લડાવે લાડ - કે શ્રીજી આવો ઝુલવાને

Post a Comment

0 Comments