સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી એટલે કે સર્વે ભક્તોના દુખ, કષ્ટ, પીડા દૂર કરનાર દાદા. જે કોઈ ભક્તો આ જગ્યાએ દર્શન કરવા આવે છે હનુમાનજી તેની સર્વે ઈચ્છા પૂર્ણ કરે છે. તો આ લેખમાં આપણે આ મંદિર વિષે સંપૂર્ણ માહિતી જાણીશું કે અહિયાં કઈ કઈ વ્યવસ્થા છે, રહેવાની જમવાની શુ સુવિધા છે તેમજ અહિયાં કેવી રીતે પહોંચી શકાય. 

2023 માં લગ્ન, જનોઈ, વાસ્તુ, મૂર્તિ પ્રતિષ્ઠા, ખાત શુભ મુહૂર્ત યાદી


સાળંગપુર કેવી રીતે પહોંચશો ?



આ જગ્યાએ પ્રાઈવેટ વાહન લઇને દાદાના દર્શને આવો છો તો સાળંગપુર હનુમાનજી મંદિર બોટાદ જિલ્લામાં આવેલું છે આ મંદિર ભાવનગર થી 88 થી 90 કિલોમીટરના અંતરે આવેલું છે તેમજ બોટાદથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. બોટાદ બસ અને ટ્રેનના માધ્યમથી પહોંચી શકાય છે અને ત્યાંથી સહેલાઈથી સળંગપુરના વાહન મળી રહે છે અને રસ્તા પણ સારા છે તેથી કોઈ પણ વ્યક્તિને પહોંચવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. 


વિમાન દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માગો છો તો ભાવનગર એરપોર્ટ માત્ર 82કિમી દૂર આવેવું છે. એટલે દૂરના વ્યક્તિઓ ભાવનગર સુધી વિમાન દ્વારા અને ત્યાંથી સીધું વાહન સાળંગપુરનું મળી રહે છે. 


રહેવાની વ્યવસ્થા - અતિથિ ગૃહ ભવન :


        સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શને આવ્યા બાદ તમને ત્યાં રોકાવાની ખૂબ સારી વ્યવસ્થા મળી જશે અહીંયાં નિશુલ્ક પણ રોકાવાની વ્યવસ્થા છે સાથે જ તમે વ્યાજબી ભાડા સાથે Ac અને Non Ac રૂમની પણ વ્યવસ્થા છે. 







સાળંગપુર દર્શનનો સમય :



            આ મંદિરમાં આશરે 8 મીટર પહોળો સભામંડપ છે, તેને આરસપહાણથી જડવામાં આવેલો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત છે. આ મંડપનાં મુખ્ય દ્વારનાં બારણાં ચાંદીથી મઢેલાં છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. હનુમાનજીના મંદિર પાસે સ્વામીનારાયણ – અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર પણ છે, તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ પધરાવેલી છે. સ્વામી સહજાનંદનાં પગલાં છે. આ ઉપરાંત રાધાકૃષ્ણનું મંદિર પણ છે.




        સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે દરેક દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે અને મંગળવારે સામાન્ય સંજોગોમાં પણ 30,000 થી 40,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ), હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે અને હનુમાનજીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે. 

        અહિયાં હનુમાન દાદાની ધાતુની ખૂબ ઊચી પ્રતિમા પણ બની રહી છે કે જેનું કામ હજી ચાલુ છે પરંતુ ટુંક જ સમયમાં તેનું કામ પૂર્ણ થઈ જશે. 



આ ઉપરાંત જો આપને વધુ માહિતી આ મંદિરની જાણવી હોય અને જોવી હોય તો અમારી YouTube માં ચેનલ છે તો તેમ આ વિડીયો મૂકેલો છે અને તેની લિન્ક નીચે આપેલી છે તેમ આપ જોઈ શકશો. 




આશા છે કે આપને આ લેખ ગમ્યો હશે અને કઈક નવું જાણવા મળ્યું હશે. તો આપના મિત્રોને પણ મોકલજો અને અમારી YouTube ચેનલને પણ SUBSCRIBE કરવાનું ભૂલતા નહિ. 

અમારી YouTube Channel - Bhakti-Kirtan sangrah


🙏 બોલો કષ્ટભંજન હનુમાનજી કી જય 🙏