શિવ 108 નામ અર્થ સાથે
(1) શશીશેખર – શીશ ઉપર ચંદ્રમાં ધારણ કરવા વાળા
(2) શીપીવિષ્ટ – સીતુહામાં પ્રવેશ કરવા વાળા
(3) મહેશ્વર – માયાના અધીશ્વર ભગવાન
(4) પીનાકી – પીનાક નામનું ધનુષ્ય ધારણ કરવા વાળા
(5) શિવ – કલ્યાણ સ્વરૂપ
(6) અંબિકાનાથ – દેવી ભગવતીના પતી
(7) શંકર – બધાનું ભલું કરવા વાળા
(8) કપર્દી – જટાજુટ ધારણ કરવા વાળા
(9) નીલલોહિત – વાદળી અને લાલ રંગ વાળા
(10) વિરૂપાક્ષ – વિચિત્ર 3 આંખો વાળા
(11) વામદેવ – અત્યંત સુંદરરૂપ વાળા
(12) ત્રીલોકેશ – ત્રણે લોકોના સ્વામી
(13) વિષ્ણુવલ્લભ – ભગવાન વિષ્ણુના અતિ પ્રિય
(14) શંભુ – જેનું સ્વરૂપ આનંદમય છે
(15) શુળપાણી – ત્રિશુલ હાથમાં ધારણ કરવા વાળા
(16) શ્રીકંઠ – સુંદર કંઠ વાળા
(17) મહેશ્વર – માયાના અધીશ્વર ભગવાન
(18) ભવ – સંસારના રૂપમાં પ્રગટ થવા વાળા
(19) શર્વ – ક્ર્ષ્ટોનો નષ્ટ કરવા વાળા
(20) ખટવાંગી – ખાટલાનો એક પાયો રાખવા વાળા
(21) ભીમ – ભયંકર રૂપ વાળા
(22) શિવાપ્રિય – પવર્તીના પ્રિય
(23) ઉગ્ર – અત્યંત ઉગ્ર રૂપ વાળા
(24) કપાલી – કપાલ ધારણ કરવા વાળા
(25) કામારી – કામદેવના દુશ્મન, અંધકારને હરવા વાળા
(26) સુરસુદન – અંધક દૈત્યને મારવા વાળા
(27) ગંગાધર – ગંગાજીને ધારણ કરવા વાળા
(28) લલાટાક્ષ – લલાટમાં આંખ વાળા
(29) મહાકાલ – કાળોના પણ કાળ
(30) કૃપાનિધિ – કરુણાની ખાણ
(31) શીતીકંઠ – સફેદ કંઠ વાળા
(32) પરશૂહસ્ત – હાથમાં ફરસો ધારણ કરવા વાળા
(33) મૃગપાણી – હાથમાં હરણ ધારણ કરવા વાળા
(34) જટાધર – જટા રાખવા વાળા
(35) કૈલાશવાસી – કૈલાશના નિવાસી
(36) કવચી – કવચ ધારણ કરવા વાળા
(37) કઠોર – અત્યંત મજબુત દેહ વાળા
(38) તીપુરાંતક – ત્રિપુરાસુરને મારવા વાળા
(39) વૃશાંક – બળદના ચિન્હ વાળી ધજા વાળા
(40) વૃશભારુઢ – બળદની સવારી વાળા
(41) ભસ્મોદ્ધલિતવિગ્રહ – સંપૂર્ણ શરીરમાં ભસ્મ લગાવવા વાળા
(42) સામપ્રિય – સામગાનને પ્રેમ કરવા વાળા
(43) સ્વરમયી – સાતો સ્વરોમાં નિવાસ કરવા વાળા
(44) ત્રયીમૂર્તિ – વેદરૂપી વિગ્રહ કરવા વાળા
(45) અનિશ્વર – જે સ્વયં જ સૌના સ્વામી છે
(46) સર્વજ્ઞ – બધું જાણવા વાળા
(47) પરમાત્મા – બધા આત્માઓમાં સર્વોચ્ચ
(48) સોમસુર્યાગ્નિલોચન – ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપી આંખ વાળા
(49) સદાશિવ – નિત્ય કલ્યાણ રૂપ વાળા
(50) યજ્ઞમય – યજ્ઞસ્વરૂપ વાળા
(51) સોમ – ઉમાના સહીત રૂપ વાળા
(52) પંચવક્ત્ર – પાંચ મુખ વાળા
(53) હવી – આહુતિ રૂપી દ્રવ્ય વાળા
(54) વિશ્વેશ્વર – સમગ્ર વિશ્વના ઈશ્વર
(55) વીરભદ્ર – વીર હોવા છતાં પણ શાંત સ્વરૂપ વાળા
(56) ગણનાથ – ગણોના સ્વામી
(57) પ્રજાપતિ – પ્રજાઓનું પાલન કરવા વાળા
(58) હિરણ્યરેતા – સ્વર્ણ તેજ વાળા
(59) દુર્ઘુર્ષ – કોઈથી ન દબાવા વાળા
(60) ગીરીશ – પાર્વતીના સ્વામી
(61) ગીરીશ્વર- કૈલાશ પર્વત ઉપર સુવા વાળા
(62) અનધ – પાપરહિત
(63) ભુજંગભૂષણ – સાંપોના આભુષણ વાળા
(64) ભૂતપતિ – ભૂતપ્રેત કે પંચભૂતોના સ્વામી
(65) ગીરીધન્વા – મેરુ પર્વતનું ધનુષ્ય બનાવવા વાળા
(66) ગીરીપ્રિય – પર્વત પ્રેમી
(67) કૃત્તિવાસા – ગજચર્મ પહેરવા વાળા
(68) પુરારાતી – પૂરોંનો નાશ કરવા વાળા
(69) ચારુવિક્રમ – સુંદર પરાક્રમ વાળા
(70) પ્રમથાધિપ – પ્રમથગણોના અધિપતિ
(71) મૃત્યયુંજય – મૃત્યુને જીતવા વાળા
(72) સુક્ષ્મતનુ – સુક્ષ્મ શરીર વાળા
(73) જગદ્દ્વ્યાપી – જગતમાં વ્યાપ થઈને રહેવા વાળા
(74) જગદ્દગુરુ – જગતના ગુરુ
(75) વ્યોમકેશ – આકાશ રૂપી વાળા
(76) મહાસેનજનક – કાર્તિકેયના પિતા
(77) ભગવાન – સર્વસમર્થ એશ્વર્ય સંપન્ન
(78) રુદ્ર – ભયાનક
(79) ભર્ગ – પાપોને ભૂંજ આપવા વાળા
(80) સ્થાણુ – સ્પંદન રહિત કૂટસ્થ રૂપ વાળા
(81) અહીર્બુધ્ન્ય – કુંડળીની ધારણ કરવા વાળા
(82) દિગંબર – નગ્ન, આકાશરૂપી વસ્ત્ર વાળા
(83) અષ્ટમૂર્તિ – આઠ રૂપ વાળા
(84) અનેકાત્મા – અનેક રૂપ ધારણ કરવા વાળા
(85) સાત્વિક – સત્વ ગુણ વાળા
(86) શુદ્ધવિગ્રહ – શુદ્ધમૂર્તિ વાળા
(87) શાશ્વત – નિત્ય રહેવા વાળા
(88) ખંડપરશું – તૂટેલી ફરસી ધારણ કરવા વાળા
(89) અજ – જન્મ રહિત
(90) પાશવિમોચન – બંધન માંથી છોડાવવા વાળા
(91) મૃડ – સુખસ્વરૂપ વાળા
(92) પશુપતિ – પશુઓના સ્વામી
(93) પરમેશ્વર – સૌથી પરમ ઈશ્વર
(94) મહાદેવ – દેવોના પણ દેવ
(95) અવ્યય – ખર્ચ થવા છતાં ન ઘટવા વાળા
(96) હરિ – વિષ્ણુસ્વરૂપ
(97) અનંત – દેશકાળથી રહિત
(98) આવ્યગ્ર – ક્યારે પણ વ્યથિત ન થવા વાળા
(99) દક્ષાધ્વરહર – દક્ષના યંગને નષ્ટ કરવા વાળા
(100) હર – પાપો અને તાપોને હરવા વાળા
(101) ભગનેત્રભીદ્દ – ભગ દેવતાની આંખ ફોડવા વાળા
(102) અવ્યક્ત – ઇન્દ્રિયોની સામે પ્રગટ ન થવા વાળા
(103) સહસ્ત્રાક્ષ – હજાર આંખો વાળા
(104) તારક – સૌને મોક્ષ આપવા વાળા
(105) અપવર્ગપ્રદ – કૈવલ્ય મોક્ષ આપવા વાળા
(106) પૂષદન્તભીત – પૂષાના દાંત ઉખાડવા વાળા
(107) સહસ્ત્રપાદ – હજાર પગ વાળા
(108) દેવ – સ્વયં પ્રકાશ રૂપ
0 Comments