જાણો વર્ષ 2023 માં પ્રદોષ વ્રત ક્યારે આવે છે ? વ્રત ક્યારે કરશો ? Pradosh vrat 2023 date

વર્ષ 2023 માં આવતા પ્રદોષ વ્રત





           પ્રદોષ વ્રત એટલે કે દરેક મહિનાની 13 ની તિથી એ કરવામાં આવતું વ્રત. વદ પક્ષમાં આવતા પ્રદોષ વ્રતને કૃષ્ણ પ્રદોષ વ્રત કહવે છે જ્યારે સુદ પક્ષમાં આવતા પ્રદોષ વ્રતને શુક્લ પ્રદોષ વ્રત કહેવાય છે. આ વ્રત એ ભગવાન શિવને સમર્પિત વ્રત છે કે જેમાં ભગવાન શિવની આરાધના પૂજા ઉપાસના કરવામાં આવે છે. 

શિવ મહિમા સ્તોત્ર અનુવાદ સાથે

શિવ ચાલીસા અનુવાદ સાથે

               આ વ્રત જ્યારે સોમવારે, મંગળવારે અને શનિવારે આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ હોય છે. કે જેણે ધારણ કરવાથી વ્રત વિશેષ પુણ્યફલ મેળવી શકાય છે. સોમવારે આવતા પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ વ્રત, મંગળવારે આવતા પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત જ્યારે શનિવારે આવતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવાય છે. 

               આ દિવસે ભગવાન શિવની સાંજના સમયમાં પૂજા કરવામાં આવે છે એટલે પ્રદોષ કાળમાં. પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલાંનો સમયગાળો. આ દિવસે ઉપવાસ કરાય છે અને શ્રદ્ધા પૂર્વક મહાદેવની પૂજા કરાય છે. તેમજ શિવલિંગને બીલીપત્ર અને જળથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને ફળ ફૂલ, ધૂપ દીપ નવૈધ અર્પણ કરવા જોઈએ. 

શિવ ક્વચનો પાઠ 

2023 માં લગ્ન, જનોઈ, વાસ્તુ, મૂર્તિ પ્રતિષ્ઠા, ખાત શુભ મુહૂર્ત યાદી

            આવો હવે આપણે જાણીએ કે આ પ્રદોષ વ્રત વર્ષ 2023 માં ક્યારે આવે છે અને તેનું વ્રત ક્યારે કરવાનું રહેશે. 

મિત્રો, આ લેખ પસંદ આવે તો આપના મિત્રો સાથે જરૂર Share કરજો કે જેથી વર્ષ 2023 માં આવત પ્રદોષ વ્રત વિષે તે લોકો સુધી પણ માહિતી પહોંચે.  

વર્ષ 2023 માં આવતા પ્રદોષ વ્રત

બુધવાર, 04 જાન્યુઆરી 2023પ્રદોષ વ્રત ( પૌષ શુક્લ)
ગુરૂવાર, 19 જાન્યુઆરી 2023પ્રદોષ વ્રત (પૌષ કૃષ્ણ)
ગુરૂવાર, 02 ફેબ્રુઆરી 2023પ્રદોષ વ્રત (મહા શુક્લ)
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023શનિ પ્રદોષ વ્રત (મહા કૃષ્ણ) 
શનિવાર, 04 માર્ચ 2023શનિ પ્રદોષ વ્રત (ફાગણ શુક્લ)
રવિવાર, 19 માર્ચ 2023પ્રદોષ વ્રત (ફાગણ કૃષ્ણ)
સોમવાર, 03 એપ્રિલ 2023સોમ પ્રદોષ વ્રત (ચૈત્ર શુક્લ)
સોમવાર, 17 એપ્રિલ 2023સોમ પ્રદોષ વ્રત (ચૈત્ર કૃષ્ણ)
બુધવાર, 03 મે 2023પ્રદોષ વ્રત (વૈશાખ શુક્લ)
બુધવાર, 17 મે 2023પ્રદોષ વ્રત (વૈશાખ કૃષ્ણ)
ગુરૂવાર, 01 જૂન 2023પ્રદોષ વ્રત (જેઠ શુક્લ)
ગુરૂવાર, 15 જૂન 2023પ્રદોષ વ્રત (જેઠ કૃષ્ણ)
શનિવાર, 01 જુલાઈ 2023શનિ પ્રદોષ વ્રત (અષાઢ શુક્લ)
શુક્રવાર, 14 જુલાઈ 2023પ્રદોષ વ્રત (અષાઢ કૃષ્ણ)
રવિવાર, 30 જુલાઈ 2023પ્રદોષ વ્રત (અધિક માસ શ્રાવણ શુક્લ)
રવિવાર, 13 ઑગસ્ટ 2023પ્રદોષ વ્રત (અધિક માસ શ્રાવણ કૃષ્ણ)
સોમવાર, 28 ઑગસ્ટ 2023સોમ પ્રદોષ વ્રત (નિજ શ્રાવણ શુક્લ)
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023ભોમ પ્રદોષ વ્રત (નિજ શ્રાવણ કૃષ્ણ)
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023પ્રદોષ વ્રત (ભાદરવો શુક્લ)
બુધવાર, 11 ઑક્ટોબર 2023પ્રદોષ વ્રત (ભાદરવો કૃષ્ણ)
ગુરૂવાર, 26 ઑક્ટોબર 2023પ્રદોષ વ્રત (આસો શુક્લ)
શુક્રવાર, 10 નવેમ્બર 2023પ્રદોષ વ્રત (આસો કૃષ્ણ)
શુક્રવાર, 24 નવેમ્બર 2023પ્રદોષ વ્રત (કારતક શુક્લ)
રવિવાર, 10 ડિસેમ્બર 2023પ્રદોષ વ્રત (કારતક કૃષ્ણ)
રવિવાર, 24 ડિસેમ્બર 2023પ્રદોષ વ્રત (માગસર શુક્લ)

Post a Comment

0 Comments